ભારતમાં ૧ જુલાઈ, ૨૦૧૭થી GST લાગૂ થઈ ગયો છે. જીએસટી (GST), ભારતના કર માળખામાં સુધારનું એક ખૂબ જ મોટું પગલું છે. વસ્તુ તેમજ સેવા કર (Goods and Service Tax) એક અપ્રત્યક્ષ કર (Indirect Tax) કાયદો છે. જીએસટી એક એકીકૃત કર છે, જે વસ્તુઓ અને સેવાઓ બંને પર લાગે છે. જીએસટી લાગૂ થવાથી પૂરો દેશ, એકીકૃત બજારમાં રૃપાંતરિત થઈ જશે અને મોટાભાગના અપ્રત્યક્ષ કર, જેમ કે - કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક (Excise), સેવા કર (Service Tax), વેટ (Vat), મનોરંજન, વિલાસિતા, લૉટરી ટેક્સ વગેરે જીએસટીમાં સામેલ થઈ જશે. એનાથી પૂરા ભારતમાં એક જ પ્રકારનો અપ્રત્યક્ષ કર લાગશે.
Advertisement
Get insights into your website traffic, analyze your website's audience, and optimize your website for better results with Website Statistic.